નમસ્કાર મિત્રો, TallyBook - ગુજરાત પોલીસ પરીક્ષા લેવલ ગેમ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને લોકરક્ષક દળ (LRD) ની તૈયારી કરતા ઉમેદવારોને એક આધુનિક અને મનોરંજક રીતે પ્રેક્ટિસ કરવાનું માધ્યમ પૂરું પાડવાનો છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી ઘણીવાર કંટાળાજનક બની શકે છે. પુસ્તકોમાંથી સતત વાંચ્યા પછી પોતાનું મૂલ્યાંકન કરવું અઘરું હોય છે. આ સમસ્યાના ઉકેલ રૂપે અમે આ "લેવલ બેઝ્ડ ક્વિઝ" તૈયાર કરી છે. અહીં ૫૦ અલગ-અલગ લેવલ દ્વારા ઉમેદવારો પાયાના જ્ઞાનથી લઈને એડવાન્સ મોડલ ટેસ્ટ સુધીની સફર રમત-રમતની સાથે પૂર્ણ કરી શકે છે.
અમારી વેબસાઇટ પર ગુજરાત પોલીસ ભરતીના લેટેસ્ટ સિલેબસ મુજબ પ્રશ્નોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે નીચેના વિષયોનો સમાવેશ થાય છે:
અમે યુઝર એક્સપિરિયન્સને ધ્યાનમાં રાખીને આ પ્લેટફોર્મને એકદમ સરળ બનાવ્યું છે. અહીં કોઈ પણ પ્રકારના લોગિન કે પર્સનલ માહિતી આપ્યા વગર તમે પ્રેક્ટિસ શરૂ કરી શકો છો. તમારી પ્રગતિ (Progress) તમારા પોતાના બ્રાઉઝરમાં સેવ રહે છે, જેનો અર્થ છે કે તમે જ્યારે પણ પાછા આવશો ત્યારે તમે જ્યાંથી રમત છોડી હતી ત્યાંથી જ ફરી શરૂ કરી શકશો.
જો આપને અમારા આ પ્રયાસ અંગે કોઈ પ્રતિભાવ કે સુજાવ આપવો હોય, તો આપ અમને 'સંપર્ક કરો' પેજ દ્વારા મેઈલ કરી શકો છો. આપની સફળતા એ જ અમારો ખરો પુરસ્કાર છે.